ગાંધીધામમાં રાત્રિ રેડ : 300 લીટર શંકાસ્પદ CPU તેલ સાથે ટ્રેલર ડ્રાઈવર ઝડપાયો,



ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા માટે જરૂરી કાર્યવાહી કરવા નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરી (અંજાર વિભાગ) દ્વારા માર્ગદર્શન મળતા, પોલીસ ઇન્સ્પેક્ટર એસ.વી. ગોજીયાની સૂચના મુજબ ગાંધીધામ બી-ડિવિઝન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓ નાઈટ પેટ્રોલિંગ દરમિયાન ફરજ બજાવી રહ્યા હતા.


આ દરમ્યાન બાતમી મળેલી કે પડાણા જવાહરનગર પુલિયા નજીક, બાલાજી કોટાની સામેના ભાગે રોડ ઉપર જીજે-12-એઝેડ-7086 નંબરનું ટ્રેલર પસાર થવાનું છે. આ ટ્રેલરના કેબીનની બન્ને બાજુ લોખંડના બે મોટા બેરલ જેવી ડીઝલ ટાંકીમાં ગેરકાયદેસર રીતે મેળવેલું શંકાસ્પદ સી.પી.યુ. તેલ સંગ્રહિત છે.


પોલીસે તાત્કાલિક વાહન રોકી, ડ્રાઈવર લોકેન્દ્ર રમેશભાઈ પંડિત (ઉંમર 38, રહે શાંતિધામ, અંજાર)ને પકડી પાડી તપાસ કરતા બન્ને બેરલમાં કુલ 300 લીટર શંકાસ્પદ સી.પી.યુ. તેલ ભરેલું જોવા મળ્યું. પુછપરછમાં ડ્રાઈવરે કબૂલ્યું કે આ તેલ તથા ટ્રેલરનું કેબીન તેને શેઠ ધવલભાઈ આહીર (રહે-ગળપાદર, તા. ગાંધીધામ)એ આપ્યું હતું.


પોલીસે સ્થળેથી કુલ કિ.રૂ. 3,50,000/-નો મુદામાલ કબ્જે કર્યો, જેમાં સામેલ છે:


1. સી.પી.યુ. તેલ – 300 લીટર, કિ.રૂ. 42,000/-



2. ટ્રેલર વાહનનું કેબીન, કિ.રૂ. 3,00,000/-



3. મોબાઈલ ફોન 1 નંગ, કિ.રૂ. 8,000/-




આ મામલે પકડાયેલા ડ્રાઈવર સામે બી.એન.એસ.એસ. કલમ 106, 35(2)(ઈ) હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ધવલભાઈ આહીર હજી ફરાર છે અને તેની શોધખોળ ચાલુ છે.


આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર એસ.વી. ગોજીયા, પી. સબ ઇન્સ્પેક્ટર એલ.એન. વાઢીયા તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ કર્મચારીઓની મહત્વ

ની ભૂમિકા રહી હતી.


ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ