રાપર તાલુકાના ગાગોદર ગામે મહિલાઓ જુગાર રમતી ઝડપાઈ: રૂ. 28,970ની રોકડ સાથે 4 મહિલા ધરપકડ

 રાપર તાલુકાના ગાગોદર ગામના ગોકુળધામ વિસ્તારમાં ખુલ્લા આકાશ હેઠળ જુગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો યોજ્યો હતો. દરમિયાન ખુલ્લામાં જુગાર રમતી ચાર મહિલાઓને રોકડ રકમ સહિત ઝડપવામાં આવી હતી.


ગાગોદર પોલીસના આધિકારીઓ ઘટના સ્થળે પહોંચી તપાસ કરતા સવિતાબેન કરમશી કોલી, નર્મદાબેન ભાવેશ લોહાણા, શાંતાબેન ભાવેશ વાઘેલા અને કમીબેન જયરામ ભરવાડ નામની મહિલાઓ જુગાર રમતી હાલતમાં મળી આવી હતી.


પોલીસે ઘટનાસ્થળેથી રૂ. 28,970ની રોકડ રકમ કબ્જે કરી મહિલાઓ સામે જુગારધારા એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

 છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ