પુર્વ કચ્છ જિલ્લામાં ચલાવવામાં આવેલ "Mission Fugitive" અભિયાન અંતર્ગત નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા એલ.સી.બી. ગાંધીધામની ટીમ સતત સક્રિય છે. પોલીસ ઇન્સ્પેક્ટર એન.એન. ચુડાસમાની આગેવાની હેઠળ મળેલી બાતમીના આધારે ત્રણ અપહરણના ગુનામાં ફરાર આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે.
> શિવમ ઉર્ફે શીવો અમરતભાઈ સોલંકી (ઉ.વ. ૨૨), રહે. મુજપુર, તા. શંખેશ્વર, જી. પાટણ — ગાંધીનગર ખાતેથી પકડાયો
ઓમકારકુમાર બ્રિજનંદન ચૌહાણ (ઉ.વ. ૨૫), રહે. શિનાવા, થા. પરવલપુર, જી. નાલંદા, બિહાર — મુન્દ્રા ખાતેથી પકડાયો
દયારામ ધરમુભાઈ કોલી (ઉ.વ. ૨૦), રહે. પલાસવા, તા. રાપર — મોરબી ખાતેથી પકડાયો
આ ત્રણે આરોપીઓ વિવિધ અપહરણના ગુનામાં નાસતા ફરતા હતા. પોલીસ તપાસ દરમિયાન ભોગ બનનારની પણ ઓળખ કરી કાયદેસર કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
આપેલ કાર્યવાહી બાદ તમામ આરોપીઓને આગળની તપાસ માટે ગાંધીધામ એ.બી. ડિવિઝન તથા ભચાઉ પોલીસ સ્ટેશનને સોપવામાં આવ્યા છે.

0 ટિપ્પણીઓ