રાપર તાલુકાના ટગાથી પંડયાગઢ જતા રસ્તા ઉપર તળાવની પાળે પૈસાની હાર-જીતનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે આડેસર પોલીસે દરોડો પાડી બે શખ્સોને ઝડપી પાડ્યા હતા, જ્યારે છ શખ્સો સ્થળ પરથી નાસી છૂટ્યા હતા.
આડેસર પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે ટગા ગામના મુબારક મામદ હીંગોરજા (ઉ.વ. 23) અને મહેબુબ અભરામ હીંગોરજા (ઉ.વ. 40)ને ઝડપી પાડ્યા હતા. જ્યારે સિકંદર શેરમામદ હીંગોરજા, અયુબ અલીમામદ હીંગોરજા, હકીમ અલીમામદ હીંગોરજા, અબ્બાસ મામદ હીંગોરજા, અબ્બાસ રહીમ મેણુ અને અફિક નજરમામદ હીંગોરજા નાસી છૂટ્યા હતા.
પોલીસે સ્થળ પરથી રૂ. 11,350 રોકડા અને પાંચ મોટરસાયકલ કિંમત રૂ. 1,45,000 મળી કુલ રૂ. 1,56,350નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ અંગે આડેસર પોલીસ સ્ટેશનમાં જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ કામગીરી પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા, પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમાર અને ભચાઉ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંબડાના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર જે.બી. આચાર્ય તથા આડેસર પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.

0 ટિપ્પણીઓ