ભચાઉના શીકારપુરમાં મોબાઈલ જોવાની સામાન્ય બાબતે મારામારી: યુવકના માથામાં લાકડી ફટકારતા ૮ ટાંકા આવ્યા

કચ્છ પૂર્વ-ગાંધીધામ:ભચાઉ તાલુકાના શીકરપુર ગામે ચેરાવાળી વાંઢ વિસ્તારમાં મોબાઈલ ફોન જોવા જેવી સામાન્ય બાબતમાં આવેશમાં આવેલા એક શખ્સે લોખંડની લાકડી અને લાતો વડે આડેધડ હુમલો કરી મારામારી કર્યાની ઘટના સામે આવી છે. આ હુમલામાં યુવકને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતાં 8 ટાંકા આવ્યા છે, જ્યારે અન્ય એક વ્યક્તિને પણ પેટના ભાગે ઈજા પહોંચી છે. આ મામલે સામખીયાળી પોલીસ સ્ટેશને આરોપી વિરુદ્ધ કાયદેસરનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ગઇકાલે તારીખ ૨૨/૦૭/૨૦૨૬ ના રોજ સાંજના પાંચેક વાગ્યાના અરસામાં શીકરપુર ગામના ચેરાવાળી વાંઢ ખાતે રહેતા સોહિલ અને જુનેદ રફીકભાઈની દુકાન પાસે બેસીને મોબાઇલ ફોન જોઈ રહ્યા હતા. તે દરમિયાન ત્યાં એઝાજ રજાક જેડા આવી પહોંચ્યો હતો. એઝાજને જોઈને સોહિલ અને જુનેદે મોબાઈલ જોવાનું બંધ કરી દીધું હતું. આ બાબતનું મનદુઃખ રાખીને એઝાજ ઉશ્કેરાઈ ગયો હતો અને બંને યુવકોને ભૂંડી ગાળો બોલી ધક્કામુક્કી કરી હતી, તેમજ સોહિલનું મોટરસાઇકલ પણ તોડી નાખ્યું હતું.

ઝઘડાની જાણ થતાં ફરિયાદી અલ્તાફ અબ્બાસભાઈ ભટ્ટી, તેના મોટાભાઈ જાવેદ અને રફીકભાઈ ભટ્ટી તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા. ત્યાં આરોપી એઝાજ હાથમાં લોખંડી કુંડલીવાળી લાકડી લઈને સોહિલ અને જુનેદ સાથે ઝઘડો કરી રહ્યો હતો. જ્યારે અલ્તાફ અને રફીકભાઈએ વચ્ચે પડીને મામલો થાળે પાડવાનો પ્રયત્ન કર્યો, ત્યારે ઉશ્કેરાયેલા એઝાજે રફીકભાઈના પેટના ભાગે લાત મારી દીધી હતી અને પોતાના હાથમાં રહેલી લોખંડી કુંડલીવાળી લાકડી અલ્તાફના માથાના ભાગે ઝીંકી દીધી હતી. હુમલો કર્યા બાદ આરોપી "જો હવે ઘરની બહાર નીકળશો તો જાનથી મારી નાખીશ" તેવી ધમકી આપીને નાસી છૂટ્યો હતો.

ઘટના બાદ ઈજાગ્રસ્ત અલ્તાફ અને રફીકભાઈને પરિવારજનો દ્વારા ગ્રામસ્થની ઇકો ગાડીમાં મોરબી સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં અલ્તાફના માથાના ભાગે ઈજા થવાથી 8 ટાંકા આવ્યા છે અને હાલ બંને ઈજાગ્રસ્તોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

આ મામલે સામખીયાળી પોલીસ સ્ટેશનમાં એઝાજ રજાક જેડા વિરુદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (B.N.S.) ની કલમ ૧૧૫(૨), ૧૧૮(૧), ૨૯૬(બી), ૩૫૧(૩), ૩૨૪(૨) તથા જી.પી. એક્ટની કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. આ કેસની વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ ભાવેશકુમાર વાલાભાઈ ચાવડા દ્વારા ચલાવવામાં આવી ર

હી છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ