પાલારા નજીક ખાનગી પેસેન્જર બસ ડમ્પર સાથે અથડાતા દુર્ઘટના, ૧૫થી વધુ પ્રવાસીઓ ઈજાગ્રસ્ત
પાલારા (કચ્છ) – ભુજથી ખાવડા તરફ જતી ખાનગી પેસેન્જર બસ એક ડમ્પર સાથે અથડાતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટના આજે બપોરે લગભગ 1:30 વાગ્યે પાલારા જેલ નજીક ઘટી હતી, જેમાં 15થી વધુ મુસાફરોને ઈજાઓ થઈ છે.
પ્રાથમિક માહિતી મુજબ બસના ડ્રાઈવરે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા બસ સીધી જ આગળ જતાં ડમ્પરમાં ઘૂસી ગઈ હતી. ટક્કર એટલી જબરદસ્ત હતી કે બસમાં સવાર અનેક મુસાફરોને નાનીમોટી ઈજાઓ થઈ છે, જ્યારે ડ્રાઈવર સહિત બે લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે.
ઘાયલોને તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. ઇજાગ્રસ્ત મુસાફરોમાં મજૂરી કામ માટે ઉત્તર પ્રદેશથી આવેલા કામદારોનો પણ સમાવેશ થાય છે.
ઘાયલોમાં શામેલ છે:
શાકીબ મોહસીન ખાન (22, મેરઠ – યૂપી)
અકરમ જહાંગીર (યૂપી)
જહાંગીર નવાબ ખાન (42, ખાવડા)
મહમદ નસીમ (35, યૂપી)
અજબાઈ મીઠા (30, ધોરાવર – ખાવડા)
મજીદ અમીન (20, ખાવડા)
મેઘરાજ તૈયબ (50, નાનો વાસ – ખાવડા)
નીલબાઈ તૈયબ (48, ખાવડા)
હનીફ ઉંમર સમા (60, મોટાદિનારા)
રહિમા અબ્દુલ કરીમ (29, જામ કુનરીયા)
મોહમ્મદ મેહતાબ (25, યૂપી)
આ સિવાય સામાન્ય ઈજાઓ ધરાવતા અન્ય કેટલાક મુસાફરોને સારવાર બાદ ઘરે મોકલવામાં આવ્યાં છે. અકસ્માત અંગે વધુ તપાસ પોલી
સ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે.

0 ટિપ્પણીઓ