રાપર | અસ્થિર મગજની સગીર બાળા પર થયેલા બળાત્કારના ગંભીર ગુનામાં રાપર પોલીસે ઝડપી કાર્યવાહી કરી માત્ર ૧૨ દિવસમાં ચાર્જશીટ દાખલ કરી છે. પોકસો એક્ટ હેઠળ નોંધાયેલા આ કેસમાં આરોપીને તાત્કાલિક ઝડપીને કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કરોડીયા (સરહદી રેન્જ, ભુજ) તથા પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર (પૂર્વ કચ્છ, ગાંધીધામ)ની સૂચના અનુસાર જિલ્લા પોલીસના માર્ગદર્શન હેઠળ રાપર પોલીસ સ્ટેશન દ્વારા કાર્યવાહી કરવામાં આવી. પો.ઇન્સ. શ્રી જે.બી. બુબડીયાના નેતૃત્વમાં ટીમે આરોપી શિવા મોહનભાઈ કોલી (પારકરા), ઉંમર ૨૯ વર્ષ,ને ઝડપીને ગુનાની તપાસ પૂર્ણ કરી છે.
કેસની તપાસ દરમિયાન મેડિકલ રિપોર્ટ તેમજ એફ.એસ.એલ. સહિતના મહત્વપૂર્ણ પુરાવા એકત્રિત કરી નામદાર અધિક સેસન્સ કોર્ટ, ભચાઉ ખાતે ચાર્જશીટ રજૂ કરવામાં આવી છે. આ કાર્યવાહીથી પોકસો જેવા ગંભીર ગુનાઓમાં ઝડપી ન્યાય પ્રક્રિયા તરફ એક મહત્વપૂર્ણ પગલું ભરાયું હોવાનું જણાવાયું છે.
0 ટિપ્પણીઓ