રાપર-બાલાસર પોલીસની સંયુક્ત કાર્યવાહી : હજારો બોટલનો નાશ




 કચ્છ જિલ્લામાં રાપર અને બાલાસર પોલીસ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરાઈ હતી. આ દરમિયાન કુલ 32,863 બોટલો નાશ કરવામાં આવી, જેની અંદાજીત કિંમત 56.01 લાખ રૂપિયા થાય છે.


રાપર પોલીસે નંદાસર નજીકના જંગલ વિસ્તારમાં 26,364 બોટલો નાશ કરી હતી, જેની કિંમત આશરે 47.28 લાખ રૂપિયા હતી. આ કાર્યવાહી ડીવાયએસપી સાગર સાબડા અને રાપર પોલીસ ઇન્સ્પેક્ટર જે.બી. બુબડીયા ના માર્ગદર્શન હેઠળ થઈ. તેમની સાથે ભચાઉ પ્રાંત અધિકારી એ.આર. ગોહિલ અને નશાબંધી ઇન્સ્પેક્ટર ડી.આર. ધોબી પણ જોડાયા હતા.


બીજી તરફ, બાલાસર પોલીસે અલગ કાર્યવાહીમાં 6,499 બોટલો નાશ કરી હતી, જેની કિંમત આશરે 8.73 લાખ રૂપિયા હતી. આ કામગીરી પ્રાંત અધિકારી જ્યોતિબેન ગોહિલ, નશાબંધી પીએસઆઈ ડી.આર. ધોબી અને બાલાસર પીએસઆઈ વી.એ. ઝાનીની હાજરીમાં હાથ ધરાઈ હતી. આ બંને કાર્યવાહી દરમિયાન પોલીસ સ્ટાફ તેમજ મામલતદાર કચેરી અને પ્રાંત કચેરીનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ