ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા નેશનલ સ્પોર્ટ્સ-ડેના અવસરે આજે, તા. 31 ઓગસ્ટ 2025ના રોજ સાયકલિંગ મેરેથોનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમનું પ્રારંભ સવારે 6.30 વાગ્યે રોટરી ફોરેસ્ટ (રોટરી સર્કલ) પરથી કરવામાં આવ્યું હતું. મેરેથોન મુન્દ્રા સર્કલ સુધી પહોંચીને પરત ફરી રોટરી ફોરેસ્ટ ખાતે પૂર્ણ થયો.
આ સાયકલિંગ મેરેથોનનો મુખ્ય હેતુ નાગરિકોમાં આરોગ્ય પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો તેમજ રમતગમત પ્રત્યે રસ અને પ્રેરણા પેદા કરવાનો હતો. કાર્યક્રમમાં મહાનગરપાલિકાના નાયબ મ્યુનિસિપલ કમિશ્નર શ્રી મેહુલ દેસાઈ, આરોગ્ય અધિકારી ડૉ. દિનેશ સુથરીયા તથા તેમની ટીમ હાજર રહી હતી. ઉપરાંત નગરપાલિકાના પૂર્વ પ્રમુખશ્રી તેજશભાઈ શેઠ, પૂર્વ કારોબારી ચેરમેન એ.કે. સિંહ, પૂર્વ ટેક્ષેશન સમિતિના ચેરમેન કમલેશ પરીયાણી, રમતગમત અધિકારીશ્રી જયોતિબેન ઠાકુર તેમજ સામાજિક સંસ્થાઓ મારવાડી યુવા મંચ અને અગ્રવાલ સમાજના પ્રતિનિધિઓ પણ જોડાયા હતા.
આ મેરેથોનમાં મહાનગરપાલિકાનો સ્ટાફ, પોલીસ પ્રશાસન, શાળાના વિદ્યાર્થીઓ, નાગરિકો, યુવાનો અને રમતપ્રેમીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. સૌએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને રમતગમત અને આરોગ્ય પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા દર્શાવી. આ અવસર પર હાજર મહાનુભાવો દ્વારા નાગરિકોને રમતગમતને જીવનશૈલીનો એક ભાગ બનાવવા માટે પ્રેરણા આપવામાં
આવી.










0 ટિપ્પણીઓ