ચાંદીપુરમ વાયરસનો ખતરો? ગોધરા, હાલોલ અને શહેરામાં બાળકોના મોતથી તંત્ર એલર્ટ"


 ગુજરાતમાં ફરીવાર શંકાસ્પદ ચાંદીપુરમ વાયરસના કેસ સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. શંકાસ્પદ વાયરસથી પંચમહાલના ગોધરા, હાલોલ અને શહેરામાં ત્રણ બાળકોના મોતથી તંત્ર દોડતું થયું છે.


મળતી માહિતી અનુસાર પંચમહાલમાં ત્રણ બાળકોના શંકાસ્પદ મોતને લઈને તંત્ર દોડતું થયું છે. શહેરા, ગોધરા, હાલોલના 3 બાળકોનો શંકાસ્પદ મોત થયા છે. કુલ 4 બાળકો સારવાર હેઠળ હતા જેમાંથી 3 ના મોત નીપજ્યા છે. બાળકોમાં શંકાસ્પદ ચાંદીપુરમ વાયરસના લક્ષણો હતા. નોંધનીય છે કે, સામાન્ય રીતે ચોમાસામાં માટી અથવા લિપણની દિવાલના ઘરમાં રહેતા બાળકોમાં લક્ષણો દેખાય છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ